ખોડલધામ
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે કાગવડ ખાતે મા ખોડિયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.
ધાર્મિક માહાત્મ્ય: સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક છે આ ખોડલધામ. મા ખોડિયાર દરેક કુળમાં પૂજાય છે, પણ ખોડલધામમાં લેઉવા પટેલ સમાજની કુળદેવી સ્વરૂપે તેઓ બીરાજમાન થયા છે. સમસ્ત લઉવા પટેલ સમાજની ઈચ્છા અને યોગદાનથી કાગવડ ખાતે મા ખોડિયારનું આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

21 જાન્યુઆરી 2017ના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.
નિર્માણ: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે કાગવડ ખાતે મા ખોડિયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી 2007 એમ પાંચ દિવસનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં 21 જાન્યુઆરી 2017ના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આ મંદિરમાં ખોડલ માતા સહિત 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી, જેમાં મા અંબા, મા વેરાઇ, મા મહાકાળી, અન્નપૂર્ણા માતા, મા ગાત્રાળ, મા રાંદલ, બુટભવાની માતા, બ્રહ્માણી માતા, મોમાઇ માતા, મા ચામુંડા, મા ગેલ અને શિહોરી માતા છે.
મંદિરનાં મુખ્ય આકર્ષણો: કાગવડમાં લેઉવા પટેલ સમાજે શિલ્પશાસ્ત્ર મુજબ ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરમાં પિલર, છત, તોરણ, ઘુમ્મટની ડિઝાઇન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે, જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક-પ્રસંગો પણ કંડારીને મૂકાયા છે. ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફૂટ ઊંડે છે, એ પછી જમીનથી 18 ફૂટ ઊંચે પહેલો ભાગ અને 6.5 ફૂટ ઊંચાઇએ બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે. મંદિરના શિખર પર સોનાથી મઢાયેલા ધ્વજાદંડ પર 52 ગજની ધ્વજા છે.

મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે.
આરતીનો સમય
સવારે-6.30 વાગ્યે.
સાંજે- 7.00 વાગ્યે.
સાંજે- 7.00 વાગ્યે.
દર્શનનો સમય:સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી
કેવી રીતે પહોંચવું
સડક માર્ગઃ જેતપુરથી 14 કિલોમીટર, રાજકોટથી 63 કિલોમીટર, જૂનાગઢથી 48 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં જવા માટે ખાનગી વાહનો અને સરકારી બસની સુવિધા છે. અમદાવાદથી જવા માટે ગાંડલ-વીરપુરથી જઈ શકાશે (275 કિમી). જ્યારે જુનાગઢથી આવનાર માટે જેતપુર થઈ જઈ શકાશે (45 કિમી). અહીં મોટાભાગના લોકો ખાનગી વાહનો લઈને આવવાનું પસંદ કરે છે.
સડક માર્ગઃ જેતપુરથી 14 કિલોમીટર, રાજકોટથી 63 કિલોમીટર, જૂનાગઢથી 48 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં જવા માટે ખાનગી વાહનો અને સરકારી બસની સુવિધા છે. અમદાવાદથી જવા માટે ગાંડલ-વીરપુરથી જઈ શકાશે (275 કિમી). જ્યારે જુનાગઢથી આવનાર માટે જેતપુર થઈ જઈ શકાશે (45 કિમી). અહીં મોટાભાગના લોકો ખાનગી વાહનો લઈને આવવાનું પસંદ કરે છે.
નજીકનું રેલવે સ્ટેશન: નજીકનું રેલવે સ્ટેશન જેતપુર છે છે 13 કિમી દૂર છે.
નજીકનું એરપોર્ટ: નજીકનું એરપોર્ટ રાજકોટ છે જે 62 કિમી દૂર છે.
આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે.
નજીકનાં મંદિરો
1). જલારામ મંદિર વીરપુર- 7 કિમી.
2). ગોડલનું સ્વામિનારાયણ મંદિર- 24 કિમી.
3). ગોંડલનું ભૂવનેશ્વરી મંદરી -24 કિમી.
2). ગોડલનું સ્વામિનારાયણ મંદિર- 24 કિમી.
3). ગોંડલનું ભૂવનેશ્વરી મંદરી -24 કિમી.
રહેવાની સુવિધા છે: મંદિરમાં હાલ રહેવાની વ્યવસ્થા નથી. શ્રદ્ધાળુઓ માટે જમવાની વ્યવસ્થા છે. 50 રૂપિયામાં કોઈ પણ ભરપેટ ખાઈ શકે છે.
સરનામું: શ્રી ખોડલધામ મંદિર, કાગવડ, ગુજરાત.
ફોન નંબર: +91 281 2370101, 102




















No comments:
Post a Comment