Wednesday, April 15, 2020

DHARATI WITH RAJESH

HETAL WITH JAGADISH

ગાયત્રી મંદિર

40 વર્ષ પહેલા જલાલબાપુએ ગ્રામજનોની મદદથી નાનું ગાયત્રી મંદિર બનાવ્યું હતું
ધાર્મિક માહાત્મ્ય:  નાનપણથી જલાલબાપુને ગાયત્રી માતામાં અપાર શ્રદ્ધા હતી.  14 વર્ષની ઉંમરમાં જ તેમને વૈરાગ્ય લાગ્યું હતું. આ સમયે તેઓ પોતાની આવકનો અડધો ભાગ માતાજીના કાર્યમાં વાપરતા હતા.  40 વર્ષ પહેલા તેઓએ નાગવદર ગામની સીમમાં ગ્રામજનોની મદદથી નાનું ગાયત્રી મંદિર બનાવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી તેઓ ગધેથડ આવ્યા છે.

અહીં  વેણુ-2ના કાંઠે તેઓએ ગાયત્રી આશ્રમની સ્થાપના કરી.  તેઓએ 21 મહિના સુધી એકાંતવાસમાં રહી ગાયત્રી માતાનું અનુષ્ઠાન કર્યું. પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધી દ્વારા તેઓ લોકોના દુ:ખોને દૂર કરે છે.  જોતજોતામાં લાલબાપુના સેવા કાર્યોની સુવાસ ઠેર ઠેર પહોંચી ગઈ અને ગાયત્રી આશ્રમ એક મોટું આસ્થાનું સ્થાન બની ગયું. 

નિર્માણ:  નાગવદર સ્થિત નાના ગાયત્રી મંદિરની સ્થાપના 40 વર્ષ પહેલા કરવામાં આવી છે, જ્યારે ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમની સ્થાપના લાલબાપુએ 17 વર્ષ પહેલા કરી છે. ગાયત્રી મંદિરનું નિર્માણ શિલ્પ વાસ્તુ અને ગ્રહશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે. ઉપલેટાથી ર૦ કિ.મી. દૂર ગધેથડ ગામ અને વેણુ-ર ડેમના કાંઠા ઉપર ગાયત્રી આશ્રમની સ્થપાના કરવામાં આવી છે.  આશ્રમની સ્થાપના બાદ અહીં ગાયત્રી માતાજીના નવા મંદિરનું નિર્માણ સાત વર્ષ પહેલા કરવામાં આવ્યું છે. 

મંદિરના મુખ્ય આકર્ષણો: અહીં ગાયત્રી માતાજીની મૂર્તિ ઉપરાંત સરસ્વતી માતાજી અને લક્ષ્મી માતાજીની મૂર્તિ પણ છે.
ગાયત્રી મંદિર, ગધેથડ મંદિર માર્ગદર્શન, Gayatri Temple  Gadhethad Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમની સ્થાપના લાલબાપુએ 17 વર્ષ પહેલા કરી છે.
આરતીનો સમય : સાંજે 7.30 વાગ્યે
દર્શનનો સમય: સવારે 6.00 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી. 

કેવી રીતે પહોંચવું: ઉપલેટાથી 15 કિમી દૂર આવેલું છે આ ગાયત્રી મંદિર. 
રાજકોટ 124 કિમી. અને જુનાગઢથી 60 કિમી થાય છે. 
ગાયત્રી મંદિર, ગધેથડ મંદિર માર્ગદર્શન, Gayatri Temple  Gadhethad Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
અહીં ગાયત્રી માતાજીની મૂર્તિ ઉપરાંત સરસ્વતી માતાજી અને લક્ષ્મી માતાજીની મૂર્તિ પણ છે
નજીકના મંદિરો
1). ભવનાથ મંદિર જુનાગઢ 62 કિમી
3). જલારામ મંદિર 65 કિમી
3). ખોડલધામ 66 કિમી
અહીં રહેવાની સુવિધા નથી. દરરોજ અંદાજે એક હજાર જેટલા શ્રદ્ધાળું આવે છે
રહેવાની સુવિધા :  અહીં રહેવાની સુવિધા નથી. દરરોજ અંદાજે એક હજાર જેટલા શ્રદ્ધાળું આવે છે. બપોર અને સાંજે ભોજન મંદિર તરફથી ફ્રી આપવામાં આવે છે. ઉપરાંત ચા-પાણીની પણ ફ્રીમાં મંદિર તરફથી વ્યવસ્થા છે. 
 
સરનામું:  ગાયત્રી મંદિર, ગધેથડ ગામ, તાલુકો- ઉપલેટા, જિલ્લો રાજકોટ.

ફોન નંબર:  રમણિકભાઈ વ્યવસ્થાપક-9998133114 , સેવક- 9909032444







No comments:

Post a Comment